અમારા વિશે

ઉદ્દેશો

Objectives

  • ખેત ઉત્પાદનોમાં મૂલ્ય વૃદ્ધિ દ્વારા ખેડૂતોની આવકમાં વધારો, ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની વધારે તકો અને ગ્રાહકોને વધારે સારાં ઉત્પાદનો સુનિશ્ચિત કરવા કૃષિ પ્રક્રિયા સંબંધિત રોકાણો, ઉચ્ચ ટેકનોલોજી સાથેની ખેતી અને કૃષિ આંતરમાળખાકીય યોજનાઓને સવલત પૂરી પાડવી.
  • પાકમાં ઉત્‍પાદકતાનો વધારો જાળવી રાખવા માટે અને કૃષિ માટેના એક સંકલિત અભિગમ દ્વારા ગુજરાતને સ્પર્ધાત્મકતામાં અગ્રેસર રાખવું.
  • કૃષિ/બાગાયતી ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવા કૃષિ સંબંધિત આંતરમાળખાકીય યોજનાઓ ઊભી કરવી.
  • ખેડૂતો પાસેથી પ્રોસેસરોને સીધો પુરવઠો પહોંચાડવાનું સુનિશ્ચિત કરવા માટે કરાર આધારિત ખેતીને સુવિધા પુરી પાડવા દ્વારા ફાર્મ ગેટ પ્રાઇઝમાં વૃદ્ધિ કરવી.
  • ખેત પેદાશોના માંગ આધારિત ઉત્પાદનને વેગ આપવો અને નવા વૈશ્વિક કૃષિલક્ષી વાતાવરણમાં કૃષિ ઉદ્યોગોનો વિકાસ કરવો.
  • રાજ્યના ખેડૂતોને કૃષિ સહાય, સાધનો અને સેવાઓ સમયસર અને વાજબી દરે મળી રહે તેને માટે વ્યવસ્થા ઊભી કરવી.
  • કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે લઘુ તથા મધ્યમ કક્ષાના ઉત્પાદકોને આવશ્યક સેવાઓ પૂરી પાડવી.
  • ઓછી કિંમતની જૈવિક ગેસ ઊર્જા પૂરી પાડીને ગ્રામીણ વિસ્તારોમાં જીવનધોરણની ગુણવત્તામાં સુધારો કરવો.
  • અણધારી અને વિષમ ખેત પરિસ્થિતિ હેઠળ ટકી રહેવા માટે કૃષિ સાધનો, પાકની પસંદગી અને પાક વ્યવસ્થા પદ્ધતિઓ સહિતના વધુ સારા ટેકનોલોજીકલ પેકેજ સાથે ખેડૂતોનું સશક્તિકરણ કરવું.
  • મૂલ્ય વૃદ્ધિને પ્રોત્સાહન દ્વારા ખેડૂતોના વળતરના ધોરણમાં વધારો કરવો અને તે રીતે તેમના જીવનધોરણમાં સુધારો કરવો.
http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેસ્મોલ ફાર્મર્સ એગ્રી-બિઝનેસ કોન્સોર્ટિયમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેOffice of The Chief Electoral Officer, Gujarat State Vibrant Gujarat 2017 - The Global Business Hub : External website that opens in a new window
નેવિગેશન પર જાઓ