પ્રવાહી જૈવિક ખાતર

પ્રવાહી જૈવિક ખાતર

પ્રસ્‍તાવના

દિવસે ને દિવસે રાસાયણિક ખાતરોના વધુ પડતા વપરાશને કારણે જમીનનું જૈવિક બંધારણ ખોરવાતું ગયું છે. જમીનમાં એવા ધણા પ્રકારના સુક્ષ્‍મ જીવાણુંઓ વસવાટ કરે છે. જે આવા જીવાણુંઓ હવામાંના મુકત નાઇટ્રોજનને સ્‍થિર કરવાનું તથા જમીનમાં રહેલ અલભ્‍ય ફોસ્‍ફરસને લભ્‍ય સ્‍વરૂપમાં ફેરવવાની ક્ષમતા ધરાવે છે તેમજ સેન્‍દ્રીય પદાર્થને ઝડપી કહોવવામાં મદદ કરે છે. આવા જીવાણુંઓ દ્વારા તૈયાર કરવામાં આવતું પ્રવાહી જૈવિક ખાતર પર્યાવરણની દ્રષ્‍ટિએ સુરક્ષિત તથા વાપરવામાં સરળ તેમજ રાસાયણિક ખાતરનો પૂરક છે. આ પ્રવાહી જૈવિક ખાતરનો વપરાશ ઘટાડી ખેતી ખર્ચમાં બચત કરી શકાય છે.

જૈવિક ખાતર મુખ્‍યત્‍વે બે પ્રકારના છે.

  • નાઇટ્રોજન સ્‍થિર કરનાર.
  • ફોસ્‍ફરસને દ્રાવ્‍ય કરનાર.

નાઇટ્રોજન સ્‍થિર કરનાર જૈવિક ખાતર

આ જૈવિક ખાતરના સમુહમાં આવતા જીવાણુંઓ મુખ્‍યત્‍વે જમીનમાં નાઇટ્રોજન સ્‍થિર કરીને પાકને પુરો પાડે છે જેમાં અઝોટોબેકટર (એગ્રોજૈવિકા અઝોટોબેકટર), રાઇઝોબિયમ (એગ્રોજૈવિકા રાઇઝોબિયમ), અઝોસ્‍પીરીલમ (એગ્રોજૈવિકા અઝોસ્‍પીરીલમ) નો સમાવેશ થાય છે.

(અ) અઝોટોબેકટર (એગ્રોજૈવિકા અઝોટોબેકટર)

અઝોટોબેકટર એ એક પ્રકારના જીવાણુંઓ છે જે હવામાંન મુકત નાઇટ્રોજનને સ્‍થિર કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. આ જીવાણુંઓ હવામાંનો મુકત નાઇટ્રોજન વાપરી પોતાનામાં રહેલા નાઇટ્રોજનને ઉત્‍ચેચક ની મદદથી એમોનિયા બનાવે છે. જે પાણીમાં દ્રાવ્‍ય છે. જેથી છોડ સહેલાઇથી તેને લઇ શકે છે. આ પ્રવાહી કલ્‍ચરને વાપરવાથી રપ થી પ૦ કિ.ગ્રા. નાઇટ્રોજન યુકત ખાતરના ખર્ચમાં ઘણી બચત થાય છે. આ પ્રવાહી કલ્‍ચરને ઘઉં, મકાઇ, ડાંગર, તમાકું, બાજરી, મગફળી, રાઇ, દિવેલા, તેલીબીયા, કપાસ, શેરડી, જીરૂ, વરિયાળી, કઠોળ વર્ગના પાકો, શાકભાજી, ડુંગળી, લસણ, ફળો-ફૂલો તથા બાગાયતી પાકો માટે ભલામણ કરવામાં આવે છે.

(બ) રાઇઝોબિયમ (એગ્રોજૈવિકા રાઇઝોબિયમ)

રાઇઝોબિયમ એ એક પ્રકારના જીવાણુંઓ છે જે કઠોળવર્ગના પાકોના મુળ પ્રદેશમાં રહીને નાઇટ્રોજન સ્‍થિર કરે છે. સહજૈવિક રીતે ગંઠિકા ઉત્‍પન્‍ન કરીને પાકને નાઇટ્રોજન પુરો પડેછે. આ પ્રવાહી કલ્‍ચર મુખ્‍યત્‍વે કઠોળ વર્ગના પાકોમાં વપરાય છે અને બોટલ ઉપર લખેલ જે તે કઠોળ પાક માટે જ વાપરી શકાય. મગનું કલ્‍ચર મગ માટે અને ચણાનું કલ્‍ચર ચણા માટે જ વાપરવું હિતાવહ છે. કઠોળ વર્ગના પાકમાં રાઇઝોબિયમ કલ્‍ચરના ઉપયોગથી હેકટર દીઠ ૨૫-૫૦ કિલો નાઇટ્રોજનને સ્‍થિર કરે છે.

(ક) અઝોસ્‍પીરીલમ (એગ્રોજૈવિકા અઝોસ્‍પીરીલમ)

અઝોસ્‍પીરીલમ એ સહજીવી ધાન્‍ય પાકોના મુળમાં રહીને નાઇટ્રોજન સ્‍થિર કરતા જીવાણુંઓ છે જે જુદા જુદા વૃધ્‍ધિ વર્ધકો જેવા કે ઇન્‍ડોલ એસિટીક એસીડ ઇન્‍ડોલ બ્‍યુટારિક એસિડ, ઓકઝીન, જીબરેલીન્‍સનું ઉતપાદન કરીને છોડની વૃદ્ધિ કરે છે. આ કલ્‍ચરના યોગ્‍ય વપરાશથી ર૫-૪૦ કી.ગ્રા. નાઇટ્રોજનને સ્‍થિર કરે છે. આ કલ્‍ચર મુખ્‍યત્‍વે ડાંગર, ઘઉં, મકાઇ, બાજરી તેમજ અન્‍ય ધાન્‍ય પાકો માટે ભલામણ કરવામાં આવે છે.

ફોસ્‍ફરસને દ્રાવ્‍ય કરનાર જૈવિક ખાતર

(ડ) ફોસ્‍ફેટ કલ્‍ચર (એગ્રોજૈવિકા પી.એસ.બી.)

આપણી જમીનમાં ઉમેરવામાં આવતા ફોસ્‍ફેટિક ખાતરો થોડા સમયમાં અદ્રાવ્‍ય સ્‍વરૂપમાં ફેરવાઇ જાય છે. ફોસ્‍ફેટ કલ્‍ચર વાપરવાથી રસાયણિક રીતે બંધાયેલા અદ્રાવ્‍ય ફોસ્‍ફરસને દ્રાવ્‍ય સ્‍વરૂપમાં ફેરવે છે તેથી જમીનમાં પડી રહેલો ફોસ્‍ફરસ છોડની વૃદ્ધિ માટે ઉપલબ્‍ધ કરાવીને પાકના ઉત્‍પાદનમાં વધારો કરે છે. આ જીવાણુંઓ કાર્બનિક એસિડ તથા પાકની વૃદ્ધિ માટેના તત્‍વોનું ઉત્‍પાદન કરીને ફોસ્‍ફેટયુકત ખાતરના વપરાશમાં અંદાજીત ૪૦ ટકા ઘટાડો કરે છ. આ કલ્‍ચર મુખ્‍યત્‍વે કપાસ, ઘઉં, મકાઇ, ડાંગર, તમાકુ, બાજરી, મગફળી, રાઇ, દિવેલા, તેલીબીયા, શેરડી, જીરૂ, વરિયાળી, કઠોળ વર્ગના પાકો, શાકભાજી ડુંગળી, લસણ ફળો-ફૂલો ત થા બાગાયતી પાકો માટે ભલામણ કરવામાં આવે છે.

આધુનિક ખેતીમાં જૈવિક ખાતરની અગત્‍યતા

  • પ્રવાહી જૈવિક ખાતર પ્રતિ હેકટર ૨૫-૫૦ કિ.ગ્રા. નાઇટ્રોજન સ્‍થિર કરે છે. તથા ૩૦-૫૦ કિ.ગ્રા. ફોસ્‍ફરસ દ્રાવ્‍ય કરે છે.
  • જમીનની સ્‍તર રચના તેમજ પી.એચ. સુધારી જમીનને ફળદ્રુપ અને જીવંત બનાવે છે.
  • જરૂરી એવા વૃદ્ધિવર્ધકોનું ઉત્‍પાદન કરીને પાકના ઉત્‍પાદનામાં વધારો કરેછે.
  • રાસાયણિક ખાતરોની આડ-અસરોને ઘટાડીને જમીનને ફળદ્રુપ બનાવે છે.
  • પ્રવાહી જૈવિક ખાતર એ રાસાયણિક ખાતરનું પૂરક છે. પર્યાય નથી.
  • પ્રવાહી જૈવિક ખાતર ભેજવાળી તથાપૂરતા પ્રમાણમાં સેન્‍દ્રિય તત્‍વ ધરાવતી જમીનમાં વાપરવાથી સારા પરિણામો મેળવી શકાય છે.

વાપરવાની રીત

બીજને પટ : ૫૦ મીલી પ્રવાહી કલ્‍ચરને જરૂરીયાત મુજબ પાણીમાં મેળવીને ૧૦ કિ.ગ્રા. બીજને પટ આપવો ત થા વાવણી પહેલા બીજની સુકવણી કરીને વાપરવું.

માટી સાથે મિશ્રણ : ૫૦૦ મીલી પ્રવાહી કલ્‍ચરને ૧૦૦ થી ૨૫૦ કિલો માટી / કેરીયર સાથે મેળવી ખેડ પહેલા એક એકર ભેજવાળી જમીનમાં છંટકાવ કરવો.

ધરૂને માવજત : ૧૦૦ મીલી પ્રવાહી કલ્‍ચરને ૧ લિટર પાણીમાં મિશ્ર કરીને ધરૂને માવજત પહેલા ૧૦ થી ૧૫ મિનિટ સુધી ડુબાડીને વપરાશ કરવો.

ટપક પદ્ધતિ : ટપક પદ્ધતિ વખતે ૫૦૦ મીલી પ્રવાહી કલ્‍ચરને ટાંકીમાં મિશ્ર કરીને એક એકર જમીનમાં વપરાશ કરવો.

તદુપરાંત જે ખેડૂતોને ટપક પદ્ધતિ ન હોય તેઓએ પાકની પિયત આપતી વખતે એક એકરમાં ૫૦૦ મીલી બોટલનો વપરાશ ટીપેટીપે પાણી સાથે કરવો જેનાથી સારા પરિણામો મેળવી શકાય છે.

સુચના

વપરાશ પહેલા બોટલને હલાવો, બોટલને ગરમીથી દૂર ઠંડકમાં સંગ્રહ કરવો.

બોટલને એક વખત ખોલ્‍યા પછી તરત જ વપરાશ કરવો. પ્રવાહી જૈવિક ખાતરને જંતુનાશક દવા તેમજ રાસાયણિક ખાતર સાથે મિશ્રણ કરવું નહિ તથા જૈવિક ખાતર અને રાસાયણિક ખાતરના વપરાશના સમય ગાળાનું અંતર ૨૪-૪૮ કલાક રાખવું.

ઉપલબ્‍ધ પેકીંગ : ૨૫૦ મીલી, ૫૦૦ મીલી, ૧ લિટર (નોંધ : એએયુના તાંત્રિક માર્ગદર્શનથી)

વધુ વિગત માટે અમારા ખેત સેવા કેન્‍દ્રની નીચેના સરનામે અવશ્‍ય મુલાકાત લો.

અમદાવાદ

સરનામુંડાયમન્‍ડ પાર્કની સામે, હીતેન્‍દ્રનગર વસાહતની બાજુમાં, હિંમતનગર હાઇવે, નરોડા, અમદાવાદ-૩૮૨૩૪૦

ફોન(ઓ.) ૦૭૯-૨૨૮૧૩૫૬૬
(મો.) ૯૮૯૮૫૦૯૩૬૨

ખેડા

સરનામુંજલારામ પેટ્રોલ પંપ પાછળ, નેશનલ હાઇવે-૮, મુ. કંજરી, પો. ભૂમેલ, તા. નડીયાદ, જી. ખેડા-૩૮૭૩૭૦

ફોન(ઓ.) ૦૨૬૯૨-૨૭૧૬૧૧
(મો.) ૯૮૯૮૫૦૯૩૫૬

પંચમહાલ

સરનામુંપ, માર્કેટીંગ યાર્ડ કંપાઉન્‍ડ, લાલબાગ બસ સ્‍ટેન્‍ડ પાસે, મુ. ગોધરા, જી. પંચમહાલ-૩૮૯૦૦૧

ફોન(ઓ.) ૦૨૬૭૨-૨૪૧૫૦૭
(મો.) ૯૬૬૨૫૩૯૦૬૬

વડોદરા

સરનામુંદુકાન નં. બ-૨૫-૨૬, ખેતીવાડી ઉત્‍પન્‍ન બજાર સમિતિ, સયાજીપુરા, મુખ્‍ય માર્કેટીંગ યાર્ડ, નેશનલ હાઇવે-૮, આજવા ચોકડી પાસે, જી. વડોદરા-૩૯૦૦૧૯

ફોન(ઓ.) ૦૨૬૫-૬૬૧૫૪૨૫
(મો.) ૯૮૯૮૫૦૯૩૫૪

સાબરકાંઠા

સરનામું૧, જુના માર્કેટીંગ યાર્ડ, જીલ્‍લા પંચાયત પાસે, હિંમતનગર-૩૮૩૦૦૧ જી. સાબરકાંઠા

ફોન(ઓ.) ૦૨૭૭૨-૨૪૨૫૭૬
(મો.) ૯૮૯૮૫૦૯૩૬૦

ભરૂચ

સરનામુંધી કુડીયા, સુપર માર્કેટની સામે, સ્‍ટેશન રોડ, ભરૂચ-૩૯૨૦૦૧

ફોન(ઓ.) ૦૨૬૪૨-૨૬૧૭૨૬
(મો.) ૯૯૭૪૨૫૧૮૮૪

સુરત

સરનામુંદુકાન નં. ૨૦૧-૨૦૨, સરદાર માર્કેટ, એ.પી.એમ.સી., પુણા-કુંભારીયા રોડ, મુ.પો. સુરત

ફોન(ઓ.) ૦૨૬૧-૨૩૪૩૮૨૦
(મો.) ૯૮૯૮૫૦૯૩૫૯

નવસારી

સરનામુંકબીલપોર (ગ્રીડ પાસે) પો. કબીલપોર, તા.જી. નવસારી,

ફોન(ઓ.) ૦૨૬૩૭-૨૩૭૧૫૨
(મો.) ૯૮૯૮૫૦૯૩૬૬

વલસાડ

સરનામું૬-૭, શોપીંગ સેન્‍ટર, તરુણકુંડ કંપાઉન્‍ડ, બેચર રોડ, વલસાડ-૩૯૬૦૦૧

ફોન(ઓ.) ૦૨૬૩૨-૨૪૨૬૦૧
(મો.) ૯૮૯૮૫૦૯૩૬૧

બનાસકાંઠા

સરનામું૧૭૧, ન્‍યુ માર્કેટ યાર્ડ, પાટણ રોડ, ડીસા-૩૮૫૫૩૫ જી. બનાસકાંઠા

ફોન(ઓ.) ૦૨૭૪૪-૨૨૦૨૨૧
(મો.) ૯૭૨૫૦૦૧૬૦૦

સુરેન્‍દ્રનગર

સરનામુંસુરેખા સદન, બસ સ્‍ટેન્‍ડ રોડ, એમ.પી. શાહ આર્ટ એન્‍ડ સાયન્‍સ કોલેજ સામે, સુરેન્‍દ્રનગર-૩૬૩૦૦૨

ફોન(ઓ.) ૦૨૭૫૨-૨૨૨૧૨૭
(મો.) ૯૮૯૮૫૦૯૩૫૩

રાજકોટ

સરનામુંબેન્‍ક ઓફ ઇન્‍ડિયાની બાજુમાં, લોધાવાડ ચોક, ગોંડલ રોડ, રાજકોટ-૩૬૦૦૦૧

ફોન(ઓ.) ૦૨૮૧-૨૨૨૨૧૮૭
(મો.) ૯૮૯૮૫૦૯૩૬૯

જુનાગઢ

સરનામુંએ-૮, જી.આઇ.ડી.સી.-૧, ઇગલ પાઇપ સામે રાજકોટ રોડ, જુનાગઢ-૩૬૨૦૦૧

ફોન(ઓ.) ૦૨૮૫-૨૬૬૧૭૭૯
(મો.) ૯૮૯૮૫૦૯૩૬૫

જામનગર

સરનામુંગેલેકસી ટોકીઝ પાસે, જામનગર-૩૬૧૦૦૧

ફોન(ઓ.) ૦૨૮૮-૨૫૫૮૪૩૭
(મો.) ૯૮૯૮૦૯૯૦૦૭

અમરેલી

સરનામુંહોટલ અવધની નીચે, ડો. કે.વી. પરીખ રોડ, માર્કેટયાર્ડની સામે, અમરેલી-૩૫૬૫૦૧

ફોન(ઓ.) ૦૨૭૯૨-૨૨૩૧૭૯
(મો.) ૯૮૯૮૫૦૯૩૬૭

ભાવનગર

સરનામુંએલ.આઇ.સી. ઓફિસ બિલ્‍ડીંગની પાછળ, ગંગાજળીયા તળાવ, ભાવનગર-૩૬૪૦૦૧

ફોન(ઓ.) ૦૨૭૮-૨૪૨૫૩૭૫
(મો.) ૯૯૭૪૭૦૩૩૮૫

કચ્‍છ

સરનામુંપ્રથમ માળે, અમૃત ચેમ્‍બર્સ, રવી ટોકીઝ પાસે, સ્‍ટેશન રોડ, જી. કચ્‍છ, ભુજ-૩૭૦૦૦૧

ફોન(ઓ.) ૦૨૮૩૨-૨૨૩૩૧૨
(મો.) ૯૮૯૮૫૦૯૩૭૦

મહેસાણા

સરનામું૩૧, કેન્‍સ વિલા, રામોસણા ચાર રસ્‍તા, મહેસાણા-૩૮૪૦૦૧

ફોન(ઓ.) ૦૨૭૬૨-૨૫૧૮૨૦
(મો.) ૯૮૯૮૫૦૯૩૬૪

મહત્વની લિંક્સ
http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેસ્મોલ ફાર્મર્સ એગ્રી-બિઝનેસ કોન્સોર્ટિયમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેકૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છેOffice of The Chief Electoral Officer, Gujarat State Vibrant Gujarat 2017 - The Global Business Hub : External website that opens in a new window
નેવિગેશન પર જાઓ